રાજકોટ:મનપાના આરોગ્ય વિભાગે શહેરની નામાકિંત હોટલ લોર્ડ્ઝ બેન્કવેટ, સ્ટ્રીટ કિચન અને બજરંગ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા જે દરમિયાન આરોગ્ય વિભાગે 147 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો આરોગ્ય વિભાગે બિન આરોગ્યપ્રદ અખાદ્ય જથ્થાનો સંગ્રહ અને સ્વચ્છતા જાળવવા બાબતે તમામને નોટીસ ફટકારી છે ફૂડ વિભાગની ટીમે અખાદ્ય મેંદાનો લોટ, પાલકની પ્યુરી, વાસી પાસ્તા, વિવિધ ચટણી, વાસી દહીં, તળેલું તેલ, પ્રીપેડ ફૂડમાં પ્રતીબંધીત કલરનો ઉપયોગ, વાસી પનીર, વાસી દાળ-ભાત વગેરે જેવી ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો મહત્વનું છે કે ઉનાળાની ઋતુને અનુલક્ષીને રોગચાળા અટકાયતી પલગાંના ભાગરૂપે રાજકોટ મનપાના ફુડ વિભાગે દરોડા વિવિધ હોટલોમાં દરોડા પાડી સઘન તપાસ કરી હતી