સુરતઃ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વરાછામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા બલ્લર પરીબ મુકેસભાઈએ સ્માર્ટ રીતે મેહનત કરીને 9999 પર્સેન્ટાઈલ મેળવ્યા છે 12 સાયન્સ પરીક્ષામાં 9999 પર્સેન્ટાઈલ સાથે મેદાન મારનાર પરીબે જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી રોજ 10થી 12 કલાક જેટલું વાંચન કરતો હતો શિક્ષકોની મહેનત અને માતા-પિતાના સપોર્ટથી આ પરિણામ મેળવવામાં સફળતા મળી છે ખૂબ મહેનત કરી આ સિદ્ધી હાંસલ કરી છે જ્યારે પરીબ સોશિયલ મીડિયાથી ઘણો જ દૂર કર્યો હતો અને તેની પાસે તો પર્સનલ મોબાઈલ ફોન પણ નથી