સુરતઃ સરદાર પટેલ ગ્રુપના નેતા લાલજી પટેલ સુરત પહોંચ્યા હતા અને સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડના મૃતકોના પરિવારની રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોની મુલાકાત પણ કરી હતી સાંજે ચાર વાગ્યે લાલજી પટેલ દ્વારા કલેક્ટરકને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવશે સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોની જિંદગી ભુંજાઈ ગઈ છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે