Surprise Me!

પાણીની બોટલોમાં 15 લાખનું પરચૂરણ ભેગું કર્યું, ડાઉન પેમેન્ટ ગણવાની જહેમત

2019-06-01 451 Dailymotion

ચીનના શેડાંગ પ્રાંતમાં આવેલા જિનાન શહેરના એક રિઅલ એસ્ટેટની ઓફિસમાં અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો ઘરનું ઘર ખરીદવામાટે ઉત્સુક એક શખ્સ 16 કરતાં પણ વધુ મિનરલ વોટરની બોટલોમાં પરચૂરણ ભરીને પહોંચ્યો હતો આ બોટલોમાં 150,000 યૂઆન એટલે કેઅંદાજે 15 લાખ જેટલા રૂપિયાના સિક્કાઓ જ હતા આ ઓફિસમાં જોબ કરતા 20 જેટલા લોકેશન સેલ્સમેનો પણ આ સિક્કાઓ ગણવામાંલાગ્યા હતા જેમાં તેમને ચાર કલાક કરતાં પણ વધુ સમય થયો હતો મળતી વિગતો પ્રમાણે કરિયાણાની દુકાન ચલાવતો આ વેપારી વર્ષોથી ઘરનુંઘર ખરીદવા માટે મિનરલ વોટરમાં સિક્કાઓ બચાવીને ભેગા કરતો હતો અંતે તેને મનગમતી સાઈટ મળી જતાં તે આ બધા સિક્કાઓ લઈનેડાઉન પેમેન્ટ ભરવા માટે પહોંચ્યો હતો એવું પણ બહાર આવ્યું હતું કે વેપારીએ અલગ અલગ મૂલ્યના સિક્કાઓના અલગ અલગ બોક્સ પણ કર્યા
હતા જેને બાદમાં વજન કરીને ગણતરી કરાઈ હતી આ આખી ઘટનાનો વીડિયો કોઈએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતોજે બાદમાં વાઈરલ થવા લાગ્યો હતો