અમદાવાદઃપશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે જેને લઇને ગુજરાતભરમાં ડોક્ટરો દ્વારા હડતાળ કરવામાં આવી છે જેના પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં અંદાજે 13થી 14 હજાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અમદાવાદમાં સારવાર માટે આવતા દર્દીઓને પરત ફરવું પડી રહ્યું છે, તો સુરત અને રાજકોટમાં ઓપીડીની બહાર લાંબી લાઇનો લાગી છે