Surprise Me!

15 ફૂટ ઊંચી દીવાલ કૂદી સિંહ ગૌશાળામાં ઘૂસ્યો, સરપંચે લાકડી મારી ભગાડ્યો

2019-06-18 6,517 Dailymotion

ખાંભા:મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઇ વાઢેર તરછોડાયેલી ગાયોની સેવા અર્થે કામધેનુ ગૌશાળા ચલાવે છે આ ગૌશાળામા ગત રાત્રે ચાર વાગ્યાની આસપાસ એક સિંહ મારણની શોધમા ગામ સુધી આવી ગયો હતો અને ગૌશાળાના પાછળના ભાગે આવેલ પંદર ફૂટ ઉંચી દિવાલ કૂદીને અંદર ઘૂસી એક વાછરડાનું મારણ કર્યું હતું સિંહની હાજરીથી ગાયોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ત્યાં સુતેલા સરપંચ દેવશીભાઇ વાઢેર જાગી ગયા હતા અને તેઓએ સતર્કતા દાખવી જીવના જોખમે ગૌશાળાના બંન્ને દરવાજા ખોલી નાખ્યા હતા જેથી બીજી ગાયો બહાર ભાગવા લાગી હતી અને એક પાંચ માસનું નાનુ વાછરડુ પાછળ રહી જતા સિંહે વાછરડાને દબોચી લીધું હતું જેથી સંરપંચે લાકડી હાથમાં લઇ માત્ર દસ ફૂટના અંતરેથી સિંહની બાજુમાં ફેકી હતી આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા ત્યારે સિંહ વાછરડાને મુકી દિવાલ કુદીને ભાગી ગયો હતો