વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન સામ સામે ટકરાશે ઇન્ડિયાએ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને માત આપી હતી, જયારે કિવિઝ સામેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી 4 મેચમાં 7 પોઈન્ટ સાથે તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે બીજી તરફ અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં હજી જીતનું ખાતું ખોલાવ્યું નથી તે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, કિવિઝ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે મેચ હાર્યું છે એક રીતે ટાઇટલ ફેવરિટ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે આ મેચ નહીં પરંતુ મિસ-મેચ છે