Surprise Me!

અલગાવવાદીઓએ રોકી અમરનાથ યાત્રા, કાશ્મીર ઘાટીમાં બંધને પગલે જમ્મુથી આગળ નહીં રવાના થાય શિવભક્તોનો જથ્થો

2019-07-13 1 Dailymotion

અલગાવવાદીઓએ આપેલા બંધના કારણે 13 જુલાઈ શનિવારે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે અને તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવા દેવાની અનુમતિ આપવામાં આવી નથી પોલીસના જણાવ્યા મુજબ 'અલગાવવાદીઓના બંધ એલાન બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતા જમ્મુથી શ્રીનગર જનારા તીર્થયાત્રિકોની આવનજાવન આજે બંધ રહેશે' વર્ષ 1931માં ડોગરા મહારાજાની સૈનાએ શ્રીનગર સેન્ટ્રલ જેલ બહાર ગોળીબાર કર્યો હતો જેમાં માર્યા ગયેલા લોકોની યાદમાં જમ્મુ તેમજ કાશ્મીરમાં 13 જુલાઈએ શહીદી દિવસ મનાવાય છે