Surprise Me!

દિલ્હીમાં DTC બસમાં યુવતીએ અશ્લીલ ડાન્સ કરતા ડ્રાઇવર સસ્પેન્ડ

2019-07-18 13,777 Dailymotion

દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પરિવહન નિગમની બસમાં એક છોકરીના મોબાઈલ એપ પર બનાવવામાં આવેલો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે વીડિયોમાં છોકરી ડીટીસી બસની અંદર સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે તેની સાથે બસમાં રહેતો માર્શનલ અને બસનો કન્ડક્ટર પણ છે વીડિયો વાઈરલ થયા બાદ ડીટીસી મેનેજમેન્ટે બસના સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે જ્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને 72 કલાકમાં તેમને નોકરીમાંથી શા માટે ન કાઢી મૂકવામાં આવે તેના પર જવાબ આપવા કહ્યું છે આ 12 જુલાઈના રોજ એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં ડીટીસી બસની અંદર એક છોકરી હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે મોબાઈલ એપથી શૂટ કરાયેલો આ ડાન્સ વીડિયો જોત જોતામાં વાઈરલ થઈ ગયો તપાસમાં જાણવા મળ્યું કે 12 જુલાઈના રોજ આ વીડયોને દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો વીડિયોમાં જે હીરો અને કેરેક્ટર આર્ટિસ્ટ જોવા મળી રહ્યો છે તે એક્ટર નહીં પરંતુ સરકારી બસનો ડ્રાઈવર કંડક્ટર અને માર્શલ છે વાઈરલ વીડિયો ડીટીસી બસના 740 નંબરના રૂટ પર ચાલતી બસમાં બનાવવામાં આવ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઈવર ડ્યૂટી દરમિયાન બસને કોઈ બીજા રૂટ પર લઈ ગયો હતો આ દરમિયાન એક છોકરીએ વીડિયો બનાવ્યો જેમાં બસનો એક કર્મચારી પણ જોવા મળે છે પહેલા છોકરીએ વીડિયોને બસની અંદર શૂટ કર્યો અને ત્યારબાદ બસની બહાર વીડિયો બનાવ્યો વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરી સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરી રહી છે જ્યારે ગાર્ડ તેની સાથે ઊભો છે વીડિયો શૂટ કર્યાં બાદ છોકરીએ વીડિયોને સોશિયલ સાઈટ્સ પર અપલોડ કર્યો ત્યારબાદ વીડિયો વાઈરલ થયો તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરી મોબાઈલ એપ Likee પર પોતાના વીડિયો અપલોડ કર્યા કરે છે અને ડીટીસી બસની સાથે સાથે અનેકવાર દિલ્હી મેટ્રોમાં પણ વીડિયો ડાન્સ કરતા વીડિયો બનાવી ચૂકી છે