આસામના નલબારીમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધીછે નલબારીમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં કમર સુધી પાણી ભરાયા છે જેથી સેના દ્વારા બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યુ છે સેનાએ નલબારીમાંથી અનેક લોકોને પૂરના પાણીમાંથી રેસ્ક્યૂકરી સલામત સ્થળે ખસેડ્યા છેઆસામમાં છેલ્લાં 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે જેથી બ્રહ્મપુત્રા નદીમાં ભીષણ પૂર આવ્યુ છે ભારે વરસાદના કારણે આસામના 20થી વધારે જિલ્લામાં પૂરના પાણી ભરાયા છે