તાજેતરમાં ટ્વિટર પર પ્લેનની અંદરથી ઉતરતી વેળાએ મુસાફરોમાં જોવા મળેલી ધીરજ અને શિસ્ત દર્શાવતા વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને યૂઝર્સ પણ તેમના વખાણ કરતાં થાક્યા નહોતા સામાન્યપણે તો બસ હોય કે પ્લેન જ્યારે તેમાંથી ઉતરવાની વેળા આવે ત્યારે ફટાફટ નીચે જવા માટેની લ્હાય એક અલગ જ પ્રકારનું પેનિક પેદા કરે છે પણ આ કેનેડિયન ફ્લાઈટના મુસાફરોએ જે ધૈર્યનાં દર્શન કરાવ્યાં હતાં તે ખરેખર કાબિલેતારીફ છે
વીડિયોમાં પણ જોઈ શકાય છે કે મુસાફરો લાઈનબદ્ધ રીતે પોતાની આગળની રૉનાં પેસેન્જર્સ ઉતરી જાય પછી જ પોતાની જગ્યાએથી ઉભા થઈને સામાન લઈને આગળ વધે છે આ કારણે એક અલગ જ પ્રકારનું સુંદર દૃશ્ય સર્જાયં હતું જેને ટોમ પોડોલેક નામના એક પત્રકારે રેકોર્ડ કરીને તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યું હતું આ ઓઈલ રિગના કર્મચારીઓની ચાર્ટર ફ્લાઈટ હતી જે નોર્ધન અલબર્ટામાં કેલગરીથી ફોર્ટ મેકે જઈ રહી હતી વીડિયો જોયા બાદ યૂઝર્સે પણ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી કોઈએ કહ્યું હતું કે આ અશક્ય છે કોઈ આટલી શિસ્ત કઈ રીતે જાળવી શકે તો એક યૂઝર્સે કહ્યું હતું કે આ ઓઈલ ફિલ્ડના કર્મચારીઓ છે જેમને આવી પણ ટ્રેનિંગ આપવામાં આવે છે