Surprise Me!

દારૂ માફિયાના પરિવારે કોન્સ્ટેબલને ઘેરી લેતાં જવાને આત્મરક્ષા માટે ચલાવી ગોળી

2019-08-04 693 Dailymotion

દિલ્હીના કાલિન્દી કુંજ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે જ્યાં પેટ્રોલિંગ દરમિયાન એક દારૂ માફિયાના પરિવારે એક કોન્સ્ટેબલને ઘેરી લીધો અને તે જવાને પોતાની આત્મરક્ષા માટે હવાઈ ફાયરિંગ કરવું પડ્યું હતુ પોલીસે જણાવ્યા મુજબ મોડી રાત્રે સિપાહી રામકિશન મદનપુર ખાદર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેને એક ઘરમાં ગેરકાયદે દારૂની જાણ થઈ અને તેમણે લોકોને પૂછપરછ કરવાનું શરૂ કર્યું ત્યારે પરિવારના સભ્યોએ તેમની મારપીટ કરી બાઇક તોડી નાખ્યું બાદમાં સિપાહીએ પોતાની આત્મરક્ષા માટે હવામાં ફાયરિંગ કર્યું હતુ અને માંડ માંડ ત્યાંથી દોડીનેકાલિન્દી કુંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પરંતુ પોલીસ ત્યાં પહોંચે એ પહેલા આરોપીઓ નાસી છૂટ્યા હતા