સંસદ ભવન પરિસરમાં સોમવારે એક શંકાસ્પદ વ્યક્તિએ ચપ્પુ લઈને ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપી બાઈક લઈને સંસદ પરિસરમાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે વ્યક્તિનું નામ સાગર ઈંસા હતું અને તેણે રામ રહીમના નારા પણ લગાવ્યા હતા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે
સાગર દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં રહેતો હતો અને દુષ્કર્મના દોષિત રામ રહીમનો અનુયાયી હતો નોંધનીય છે કે, રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે કોર્ટે તેને 2 કેસમાં 20-20 વર્ષની સજા આપી છે