Surprise Me!

કમલ હાસને કહ્યું- ભાષા માટે જલીકટ્ટુથી મોટું આદોલન કરીશું

2019-09-16 1,993 Dailymotion

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની અપીલનો ઘણા નેતા વિરોધ કરી રહ્યા છે ફિલ્મોથી રાજકારણમાં આવેલા કમલ હાસને સોમવારે કહ્યું કે 1950માં દેશના લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે તેમની ભાષા અને સંસ્કૃતિની રક્ષા કરવામાં આવશે કોઇ શાહ, સમ્રાટ અથવા સુલતાન આ વાયદાને અચાનકથી ખતમ નહિ કરી શકે

મક્કલ નીધિ મય્યમ(એમએનએમ)નેતા હાસને આ મુદ્દે વીડિયો જાહેર કર્યો તેઓ અશોકસ્તંભ અને પ્રસ્તાવના પાસે ઉભા રહીને કહી રહ્યા ચે કે ભાષાને લઇને વધુ એક આંદોલન થશે જે તમિલનાડુમાં જલીકટ્ટુ વિરોધ પ્રદર્શનની સરખામણીએ ખૂબ મોટું હશે અમે દરેક ભાષાઓનું સન્માન કરીએ છીએ પરંતુ તમિલ હંમેશા અમારી માતૃભાષા રહેશે