ચીનના લિન્યી શહેરમાં બાલ્કનીમાંથી બહાર લટકતા ચાર વર્ષના બાળકનું દિલધડક રેસ્ક્યુ હાથ ધરીને તેને મોતના મુખમાંથી બહાર નીકાળ્યો હતો રમતાં રમતાં અચાનક જ બાલ્કનીમાંથી લપસીને તે માથાના સહારે નીચે તરફ ઝૂલવા લાગ્યો હતો ઘટનાની માહિતી મળતાંની સાથે જ ત્યાં પહોંચેલા ફાયરફાઈટર્સે તરત જ માસૂમની કમરે દોરડું બાંધીને તે નીચે પડી ન જાય તેની તકેદારી રાખી હતી હાઈડ્રોલિક સ્પ્રેડરની મદદથી તેમણે બાલ્કની પહોળી કરીને બાળકને બહાર નીકાળ્યો હતો સોશિયલ મીડિયામાં રેસ્ક્યુનો આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે
મળતી વિગતો પ્રમાણે બાળક તેના દાદા સાથે ઘરમાં એકલો હતો પોતાના રૂમમાં આરામ કરી રહેલા તેના દાદાએ અચાનક જ તેના રડવાનો અવાજ સાંભળ્યો હતો બાલ્કનીમાં પહોંચેલા તેના દાદાએ તેની હાલત જોઈને તરત ફાયર ફાઈટર્સની મદદ માગી હતી અંતે રેસ્ક્યુ ટીમે પણ તેને ગણતરીની સેકન્ડોમાં જ બચાવી લીધો હતો