Surprise Me!

ટીમ ઇન્ડિયા રાજકોટની ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે, રોહિત શર્માને ખાસ સ્યૂટ રૂમ ફાળવાયો

2019-11-04 1,052 Dailymotion

રાજકોટ: રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ યોજાવા જઈ રહી છે જેને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે ટી-20 મેચને લઇ સમગ્ર રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે આજે બન્ને ટીમ રાજકોટ એરપોર્ટ પર આવી રહી છે જેમાં ભારતની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકાણ કરશે જ્યારે બાંગ્લાદેશની ટીમ યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પેરીયલ હોટેલ ખાતે રોકાણ કરશે ટીમને આવકારવા માટે બન્ને હોટેલની બહાર ટીમ અને ટીમના ખેલાડીઓના કટ આઉટ મુકવામાં આવ્યા છે અને આવતીકાલે ટીમને ગુજરાતી રીત રિવાજ મુજબ આરતી ટીકા કરી સ્વાગત કરવામાં આવશે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માને ખાસ સ્યુટ રૂમ ફાળવવામાં આવ્યો છે