અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં અનેક હિન્દુ મંદિરો આવેલા છે તેમાં ખેડબ્રહ્માનું ભગવાન બ્રહ્માનું રાજ્ય એકમાત્ર મંદિર આવેલું છે તેવી જ રીતે પાટણમાં ભગવાન કાર્તિકેયનું મંદિર પાટણમાં આવેલું છે આ મંદિર વર્ષમાં એક વાર જ ખૂલે છે તે પણ તેમના નામથી શરૂ થતાં કારતક માસની પૂનમે, ત્યારે પાટણના દામજીરાવ બાગ પાસે આવેલા છત્રપતેશ્વર મંદિરમાં આવેલા કાર્તિકેય મંદિર આજે ખોલવામાં આવ્યું હતું દરમિયાન ભક્તોની ભીડ ઉમટી હતી