Surprise Me!

બ્રાઝિલિયન છોકરાના ઘરે ઇન્ટરનેટ ન હોવાથી સેમસંગના સ્ટોર પર જઈને ટેબ્લેટમાંથી હોમવર્ક કરતો

2019-11-17 9,174 Dailymotion

સોશિયલ મીડિયા પર સેમસંગના સ્ટોર પર એક છોકરો ટેબ્લેટમાંથી હોમવર્ક કરી થયો હોય તેવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે 10 નવેમ્બરે શેર થયેલા આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ લોકોએ જોયો છે

વાત એમ છે કે, સેમસંગ સ્ટોર પર રોજ એક છોકરો આવતો હતો, અને તે રોજ સ્કૂલ બેગમાંથી નોટબુક કાઢીને ટેબ્લેટની બાજુમાં ઊભો રહીને લખતો હતો આ તેનું રોજનું કામ થઈ ગયું હતું આ છોકરાનું નામ ગુઈહર્મ છે તેને રોજ આ કામ કરતા જોઈને એક દિવસ કર્મચારીએ તેને પૂછ્યું કે કેમ તે સ્ટોર પર આવીને લખે છે? ગુઇહર્મનો જવાબ સાંભળીને સ્ટોરનો કર્મચારી ભાવુક થઈ ગયો હતો