અમેરિકાએ ભારતને 13 એમકે-45 નૌસૈનિક તોપ વેચવાની મંજૂરી આપી છે દરેક ઉપકરણ સાથે તેની કિંમત રૂ 7100 કરોડ થશે અમેરિકાના રક્ષા સોદાએ આપેલી આ મંજૂરી વિશે રક્ષા સુરક્ષા અને સહયોગ એજન્સી (DSCA) દ્વારા બુધવારે મોડી રાતે માહિતી આપવામાં આવી છે આ સોદાને વિદેશી સૈન્ય વેચાણ અંતર્ગત સ્વીકૃતિ આપવામાં આવી છે
રિપોર્ટ પ્રમાણે, આ તોપને અમેરિકન રક્ષા વિભાગે નૌસેના ઓપરેશન્સ માટે તૈયાર કરી છે ભારતને તેનું અપગ્રેડ વર્ઝન સોંપવામાં આવશે, જેના બેરલની લંબાઈ અપેક્ષા કરતાં વધારે હશે એમકે-45 તોપ સબમરીન પરથી જમીન અને હવાઈ હુમલા કરવા માટે સક્ષમ છે