અમેરિકાએ કરાચીના પૂર્વ પોલીસ ઓફિસર રાવ અનવરને બ્લેકલિસ્ટ કર્યા છે તેમણે વરિષ્ઠ પોલીસ અધિક્ષક હોવા દરમિયાન ગંભીર રીતે માનવધિકારનું હનન કર્યું હતું અનવરે 400થી વધારે નિર્દોષ લોકોને એન્કાઉન્ટરમાં માર્યા હતા જેમાં કરાચીના ઘણા લોકો પણ સામેલ હતા
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા પૂર્વ SSP અનવર છ દેશોના એ 18 વ્યક્તિઓમાં સામેલ છે, જેમની પર અમેરિકન ટ્રેઝરી વિભાગે આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે મંગળવારે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસે અમેરિકાએ આ જાહેરાત કરી હતી