Surprise Me!

રાત્રે એક વાગ્યે મોપેડ સાથે મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીને કોન્સ્ટેબલ ઘર સુધી મૂકી આવ્યાં

2019-12-19 5,048 Dailymotion

સુરતઃ પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી મદદ માગવામાં આવે તે સંજોગોમાં પોલીસ મહિલાને ઘર સુધી મૂકી આવશે તેવી પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જાહેરાત કરી હતી ત્યારે ઓલપાડના સારોલી ચેક પોસ્ટ પાસે રાત્રે એક વાગ્યે મોપેડમાં પેટ્રોલ પુરું થઇ જવાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલી સારોલીની યુવતીને જહાંગીરપુરાના કોન્સ્ટેબલ અનુપસિંહે પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને આપવાની સાથે એસઆરપીના કોન્સ્ટેબલ જોગાભાઇ દેસાઇ સાથે સાથે બાઇક લઇ ઘર સુધી સલામત રીતે મૂકી આવ્યા હતા