જમ્મુમાં આશરે 30 વર્ષનો સમય પસાર થઈ ગયો પણ અમને ક્યારેય બહારની વ્યક્તિ હોવાનો અહેસાસ કર્યો નથી અહીંના લોકોએ સમાજના એક ભાગ તરીકે અમારો સ્વીકાર કર્યો અને આજે અમે તેમની સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા છીએ અહીંના લોકોએ કોઈ પણ પ્રકારના વિરોધ વગર અમારો સ્વીકાર કર્યો છે આ વાત 1990થી કાશ્મીરી પંડિતો માટે લડત ચલાવતા 'પનુન કાશ્મીર સંગઠન'ના નેતા ડોઅગ્નિશેખરે કરી છે જમ્મુ શહેરમાં વસવાટ કરતાં મોટાભાગના શરણાર્થીઓના વિચારો ડોઅગ્નિશેખર સાથે મળે છે