અમદાવાદઃવટવામાં શીતલ કોમપલેક્ષના કિશ્ના ઈન્ફોટેકની શોપમાંથી લેપટોપ ખરીદવા આવેલ શખ્સને લેપટોપ બતાવવાના બહાને બે ગઠીયાઓ લેપટોપ લઈને પલાયન થઈ ગયા હતા ત્યારે આ મામલે દુકાન માલિકે પોલીસમાં ફરિયાદ આપી હતી, પણ ઘટનાના દસ દિવસ બાદ પણ ચોરો ના પકડાતા માલિકે ઇનામ જાહેર કર્યું છે શોપ માલિકે યુવકને પકડી લાવનારને 5000 હજાર ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે આ અંગે દુકાનની બહાર બોર્ડ પણ લગાવ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે