Surprise Me!

સ્વામી નિત્યાનંદના ત્રીજા નેત્રથી વેક્સિંગ વગર વાળ દૂર થયાનો DPSના મંજુલા શ્રોફનો દાવો

2020-01-04 1,041 Dailymotion

અમદાવાદ: ડીપીએસના ચેરપર્સન મંજુલા પુજા શ્રોફ નિત્યાંનંદના ચમત્કારો વિશે ફેલાવી રહેલી અફવાઓ અને અંધશ્રધ્ધા અંગેનો વીડિયો ફરતો થયો છે જેમાં મંજુલા શ્રોફ નિત્યાનંદ બાબાના ત્રીજા નેત્રની શક્તિને શ્રોતાએ સમક્ષ રજુ કરી રહ્યાં છે વીડિયોમાં તેમણે નિત્યાનંદના ત્રીજા નેત્રની શક્તિથી શરીર પર વેક્સિંગ વગર જ વાળ દુર થાય છે તેવી વાત રજુ કરી હતી તેમણે પોતે પણ તેનો અનુભવ કર્યો હોવાનું કહીને પોતાના મોબાઇલમાં શરીરના એક ભાગ પર બાબાના ત્રીજા નેત્રથી દુર થયેલા વાળનો ફોટો બતાવી રહ્યાં છે તેમણે આગળ જણાવ્યું હતું કે, થોડા સમય બાદ જ તે જ ભાગ પર ફરીથી વાળ આવી જાય છે વીડિયોની પુષ્ટી કરવા મંજુલા શ્રોફનો સંપર્ક કરવામાં આવતા તેમણે સામેથી થોડીવાર પછી સંપર્ક કરવા કહ્યું હતું પણ સંપર્ક કર્યો નહતો