Surprise Me!

સ્વિગી બોય નીકળ્યો ગાંજાનો સપ્લાયર, ફૂડની આડમાં નશીલા પદાર્થનું વેચાણ

2020-01-05 94 Dailymotion

મધ્ય પ્રદેશની પલાસિયા પોલીસે એક એવા ડ્રગ પેડલરને ઝડપ્યો છે જે ઓનલાઈન ફૂડ ડિલીવરી કરતી કંપની સ્વિગીનો ડિલીવરી બોય બનીને ગાંજો સપ્લાય કરતો હતોપોલીસે આ શખ્સ પાસેથી સાત કિલો જેટલો ગાંજાનો જથ્યો મળ્યો હતો જેની કિંમત અંદાજે 90 હજાર રૂપિયા જેટલી થાય છે આરોપી જ્યારે સ્વિગી કંપનીની બેગમાં આ જથ્થો સંતાડીને તેને ગ્રાહક સુધી પહોંચાડવા જતો હતો ત્યારે પોલીને તેને પકડી લીધો હતો
પોલીસે બાતમીના આધારે જ 25 વર્ષીય ઓમપ્રકાશને રંગેહાથ ઝડપ્યો હતો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે તે આ ગાંજો અનિલ નામના કોઈ શખ્સને આપવાનો હતો જેના કમિશન પેટે તેને 20 હજાર રૂપિયા પણ મળવાના હતા આરોપી પોતાને સ્વિગી કંપનીનો ડિલીવરી બોય જ ગણાવે છે પોલીસના કહેવા મુજબ તે સ્વિગી કંપનીની બેગમાં એટલે જ ગાંજો સપ્લાય કરતો હતો જેથી તે પોલીસની નજરમાં ના આવી જાય પોલીસે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે જેથી આખા રેકેટના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળે