હિંમતનગર: સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલું નવાનગર ગામ હવે સમગ્ર વિસ્તાર માટે મોડલ પુરવાર થઈ રહ્યું છે કેનાલમાંથી વહી જતા પાણીને પંપ મારફતે ગામના તળાવમાં લાવી ગામ આખાના તમામ ખેડૂતો જો ડ્રીપ અપનાવે તો ગામમાં કેવું પરિવર્તન થઈ શકે છે તેનું મોડલ બન્યા બાદ આજે નવાનગર ગામે ગુજરાત સરકારના એક ડેલિગેશને મુલાકાત કરી હતી અને સિંચાઈ પધ્ધતિના વખાણ કર્યા હતા ઉલ્લેખનીય છે કે નવાનગરના ખેડૂતોએ કેનાલનું પાણી પાઇપ લાઇનથી તળાવ નજીક બનાવેલી 40 બાય 40 ફૂટના સમ્પમાં લાવી માત્ર 5 એચપીની મોટરો લગાવી સમ્પમાંથી પાઇપલાઇન મારફતે 90 ખેડૂત પરિવારની 470 હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડે છે