Surprise Me!

ચાલુ ટ્રેનમાં સ્ટંટ કરવા જતાં યુવકે જીવ જોખમમાં મૂક્યો, રેલ મંત્રીએ કહ્યું,આવી મૂર્ખામી ના કરો

2020-02-18 229 Dailymotion

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ વીડિયો અનેક યુવકોની જીવના જોખમે પણ સ્ટંટ કરીને છવાઈ જવાની માનસિકતા છતી કરે છે સાત સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક યુવક ચાલુ ટ્રેને સ્ટંટ કરવા જતાં જ નીચે પટકાયો હતો ટ્રેનની નીચે પડતાં જ લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા સદનસીબે તેનું શરીર બહારની બાજુ રહી જતાં તે ટ્રેન નીચે કચડાતાં કચડાતાં બચી ગયો હતો રેલ મંત્રાલય અને રેલ મંત્રી પિયુષ ગોયલે પણ આ શોકિંગ વીડિયો તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરીને આવા જોખમી કરતબ નહીં કરવાની સલાહ આપી હતી રેલ મંત્રીએ તો આવા કરતબને મૂર્ખતા સમાન ગણાવીને લખ્યું હતું કે જીવન અમૂલ્ય છે તેને જોખમમાં ના મૂકો