અમદાવાદઃઅમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે આ મુલાકાતના વિદેશમંત્રાલયે જાહેર કરેલા કાર્યક્રમમાં ગાંધીઆશ્રમની મુલાકાતનો કોઈ ઉલ્લેખ ભલે ન હોય, પરંતુ રાજ્યસરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીઆશ્રમમાં તડામાર તૈયારી ચાલી રહી છે જેમાં સ્ટેજ બનાવવાથી લઈ ફ્લેગ લગાવવા સુધીની કામગીરી ચાલી રહી છે જો કે પહેલા જે રીતે ઝડપથી અને કેટલીક જગ્યા પર તૈયારીઓ કરવામાં આવી રહી હતી, તેના કરતા ઓછી તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ ગાંધીઆશ્રમમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આશ્રમમાં આવનાર તમામ લોકોનું સઘન ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ તૈયારીઓ જોતા સંભવત છેલ્લી ઘડીએ ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લે તેવી પુરી શક્યતા લાગી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય વ્હાઇટ હાઉસ તરફથી લેવામાં આવશે