Surprise Me!

રિહર્સલ સમયે જ વૃદ્ધા પડ્યાં,108ને કોન વે પુરો ન થાય ત્યાં સુધી IPSએ રોકી રાખી

2020-02-23 3,827 Dailymotion

અમદાવાદઃઅમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ 22 કિલો મીટર લાંબો રોડ શો કરવાના છે આ રોડ શો આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે જેને પગલે પોલીસ કોનવે અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ રહેશે આજે બપોરે સુરક્ષાના રિહર્સલ દરમિયાન નજીકની સોસાયટીમાં એક વૃદ્ધ મહિલા પડી ગયા હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર આપવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એક IPS અધિકારીએ 15 મિનિટ સુધી 108ને રોકી રાખી હતી આ દરમિયાન 108ના કર્મચારીએ તેમને વૃદ્ધાને હોસ્પિટલ લઈ જવા અંગે વાત કરી પણ તે અધિકારી માન્યા નહીં આથી એક અન્ય અધિકારીએ વૃદ્ધ મહિલાને તેમની ગાડીમાં 1 કિલો મીટર સુધી દૂર લઇ આવ્યા અને ત્યાંથી મહિલાને 108માં લઇ જવી પડી હતી