આજે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે આ પહેલા તેઓ સૌ પ્રથમ તેઓ અમદાવાદમાં આવશે અહીં રોડ શો અને ત્યારબાદ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાથી આવેલા 5 NRI ઉદ્યોગપતિઓ, સુરતથી આવેલા 300 ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 250 ઉદ્યોગપતિઓ જોડાયા છે આ તમામ GMDC ગ્રાઉન્ડથી સ્ટેડિયમ જવા રવાના થયા છે તમામને GMDC ગ્રાઉન્ડથી BRTSની બસોમાં લઈ જવાઈ રહ્યા છે આ પહેલા તેમને સ્ટેડિયમમાં જવા માટે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું