Surprise Me!

તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારના 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર

2022-06-26 90 Dailymotion

ગુજરાત એટીએસની ટીમે સોશિયલ એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની ગઈકાલે મુંબઈથી અટકાયત કરી હતી. જે બાદ મોડી રાત્રે તીસ્તાને અમદાવાદ લાવવામાં

આવી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તીસ્તા સેતલવાડને આજે કોર્ટમાં હાજર કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે તીસ્તા સેતલવાડ અને IPS શ્રીકુમારના આગામી 2 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.