Surprise Me!

ભારે વરસાદની આગાહીને પગલે દ્વારકામાં રેડ એલર્ટ, હેલ્પલાઈન શરૂ કરાઈ

2022-07-06 3 Dailymotion

હવામાન વિભાગે ગુજરાતમાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના છે, ત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને કારણે સંભવિત નુકસાનને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્ર સહિત અનેક ભાગોમાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. એવામાં દ્વારકા જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે.