Surprise Me!

વરસાદી માહોલ વચ્ચે કચ્છના પાલરધૂના ધોધની વહેતી ધારા, જુઓ અદભૂત નજારો

2022-07-10 1 Dailymotion

કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. સતત મેઘ મહેરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લાના નખત્રાણા નજીક આવેલ પાલરધૂના ધોધમાં ખળખળ વહેતા પાણીથી અદભૂત નજારો સર્જાયો છે. ધોધમાં પાણીની વહેતી ધારાના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે અહીંની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાલરધુનાનો ધોધ જોવા માટે ઉમટી પડ્યાં છે.