Surprise Me!

યુવકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહ પાંજરે પુરાયો

2022-07-24 1 Dailymotion

અમરેલી-ખાંભાના નાની ધારી ગામે 18 વર્ષીય યુવકને ફાડી ખાનાર સિંહ પકડાયો છે. જેમાં વન વિભાગ દ્વારા 10 કલાકની જેહમત બાદ માનવભક્ષી સિંહને પકડી પડાયો છે. તેમાં વન

વિભાગ દ્વારા ટ્રેક્યુલાઇજર કરી સિંહને પકડી પાડયો છે. તેમાં નાની ધારીના મધુભાઈ વાળાની આંબાવાડીમાં માનવભક્ષી સિંહ યુવકને લઈ ઘુસી ગયો હતો. જેમાં માનવભક્ષી સિંહ પકડાઇ

જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સિંહ પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ઉલ્લેખનીય છે કે ખાંભાના નાનીધારી ગામે ગત મોડી સાંજે આશરે 18 વર્ષના યુવાન ખેત મજૂર ઉપર હુમલો કરતા તેનુ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો કાફલો ખાંભા

દોડી ગયો હતો. યુવાનની સિંહે શિકાર કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. સિંહને પાંજરે પુરવા ગ્રામ્ય સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. આ હુમલો થયો ત્યારે

સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા. યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. તેના બાદ વન વિભાગની ટીમ જંગલમાં પહોંચી હતી.

ટ્રેક્યુલાઇજર કરી સિંહને પકડી પાડયો

યુવકના મૃતદેહનો કબજો લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ સિંહે એક કલાક સુધી મૃતદેહ છોડ્યો ન હતો. વન વિભાગની ટીમ આવી છતા સિંહ યુવકનો મૃતદેહ છોડવા તૈયાર ન

હતો. એક કલાક સુધી તે ત્યાંથી ખસ્યો ન હતો. આખરે વન વિભાગની ટીમે વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ છોડાવ્યો હતો. જેમાં યુવકના માત્ર બે પગ જ હાથમાં આવ્યા હતા. આ ઘટના

બાદ વનવિભાગ દ્વારા સિંહ અને સિંહણનું લોકેશન શોધવા માટેની કામગીરી કરાઈ હતી અને અંતે મધરાતે વનવિભાગનની ટીમે સિંહને પાંજરે પુરાયો હતો.