Surprise Me!

PMના હસ્તે સુઝુકીના 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ, EV બેટરીના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થપાશે

2022-08-28 21 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે વડાપ્રધાન મોદીએ કચ્છમાં ભૂકંપ પીડિતોની યાદમાં બનાવેલા સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતુ. જે બાદ હાલ PM મોદી ભારતમાં સુઝુકીના 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મારુતિ કંપનીના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યના અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં છે.