અમદાવાદમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમ (મહાત્મા ગાંધી આશ્રમ)ના રિ-ડેવલપમેન્ટ અંગેના પ્રોજેક્ટ સંદર્ભના રાજ્ય સરકારના ઠરાવ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેરહિતની અરજીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે.