વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને તેમને છેલ્લા બે વર્ષમાં મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોનું ઈ-ઓક્શન કરવામાં આવશે. આ ઈ-ઓક્શનનું સંચાલન કલ્ચરલ મીનીસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. આ હરાજીમાં 1,300 જેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભેટમાં આપવામાં આવેલી ભગવાન હનુમાનજીની લાકડાંની મૂર્તિ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર દ્વારા ભેટમાં આપવામાં આવેલું ત્રિશૂળ, વિશ્વ એથ્લીટ ચેમ્પિયન અન્નૂ રાનીએ સહી કરેલો ભાલો અને ચેન્નાઇના શતરંજ ઓલિમ્પિક તરફથી એક શતરંજ સેટ, ભારતીય પુરુષ પેરાલિમ્પિક ટીમ દ્વારા ઓટોગ્રાફ થયેલી એક તરણ ટોપીની જેની કીમત 1.50 લાખ રૂપિયાની છે. પાવર લિફ્ટિંગ ટીમના રાષ્ટ્રમંડળ રમતના પેરા એથલિટ્સ દ્વારા સહી કરેલ 5 લાખની ટીશર્ટમો પણ સમવેશ થાય છે.