Surprise Me!

દમણના દરિયામાં 5 લોકો ડૂબ્યા, 3 લાપતા

2022-09-18 71 Dailymotion

દમણમાં પણ દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી હતી. દમણના દરીયામાં નહાવા પડેલા 5 લોકો ડૂબી ગયા હતા. આ ઘટના લાઈટ હાઉસ પાસે દરિયામાં બની હતી. આ ઘટનામાં કુલ ત્રણ લોકો લાપતા થયા હતા, તો બેને બચાવી લેવાયા હતા. આ તમામ પાંચ લોકો સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ પાંચેય લોકો સુરતથી દમણ ફરવા આવ્યા હતા. ઘટનાને પગલે બે સ્થાનિક માછીમારોની મદદથી બેને બચાવી લેવાયા છે. તો ફાયર વિભાગની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળો પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. હાલ ડૂબી ગયેલા ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે.