Surprise Me!

વારંવાર કુદરતી આફતોમાં લપેટાતો જગતનો તાત

2022-09-20 431 Dailymotion

કુદરતી આફતો સાથે ખેડૂતોને ખૂબ જૂનો સંબંધ છે. માંડ માંડ વરસાદ વરસ્યો અને મલકાતા ચહેરે ખેડૂતોએ પોતાના ખેતરો તૈયાર કરી મોંઘા ભાવનું તમાકુનું ધરૂ લાવી રોપણી કરાવી છે.

રાત દિવસ મહા મહેનત કરી ખેતરો તૈયાર કર્યા છે ચોમાસાના પાણીની અસર જમીનમાં હજુ પૂરેપૂરી સુકાઈ નથી ત્યાં તો તમાકુના પાન કોરી ખાય તેવી ઇયળો ખેતરમાં પડતા ખેડૂતોના

માથે વધુ એક વખત મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે.

વારંવાર કુદરતી આફતોમાં લપેટાતો જગતનો તાત

એક જ રાતમાં મસ મોટા ખેતરોમાંથી ઇયળો તમાકુની રોપણીનો દાટ વાળી રહી છે. માંડ કુદરતી આફતોમાંથી બહાર આવેલા ખેડૂતો જણાવે છે કે મુસીબતો અમારો પીછો છોડવાનું નામ

નથી લેતી. જેમાં ચોમાસા દરમિયાન કાગડોળે વરસાદની રાહ જોઈ પરંતુ જોઈએ તેટલો વરસાદ ના વરસતા અને બોર-કૂવામાં પાણીના સ્તરનીચા જતા આખે આખુ ચોમાસુ સીઝન

બરબાદ થયા બાદ છેલ્લે છેલ્લે કુદરતે સામે જોયું અને વાવણી લાયક વરસાદ વરસ્યો ત્યારે હવે વધુ એક વખત ખેતી બરબાદ કરવા માટે ઇયળનું આગમન થયું છે.

વડોદરા જિલ્લામાં ખેડૂતોના માથે ઈયળ રૂપી આફત આવી

ડેસર તાલુકાના જુના સિહોરા, નવા સિહોરા, ગોરસણ, પ્રતાપપુરા, રાજપુર સહિત પંથકમાં તમાકુમાં ઇયળોએ આંતક મચાવ્યો છે. ખેડૂતો કંઈ સમજે તે પહેલા આખુ ખેતર સફાચટ કરી નાખે

છે. જેમાં વગર વરસાદે દિવેલાનો પાક સુકાઈ જવા પામ્યો હતો. તે ખેતરમાંથી ખેડૂતોએ કાઢી નાંખીને ચોમાસાના છેલ્લા વરસાદે મોંઘા ભાવનું તમાકુનું ધરૂ લાવી રોપણી કરી તે પણ

ઈયળોએ દાટ વાળ્યો છે. જેમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.