Surprise Me!

ભક્તોની આસ્થાનું કેન્દ્ર જગન્નાથજી મંદિર વિવાદમાં આવ્યુ

2022-09-22 2 Dailymotion

એકવાર ફરી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા જગન્નાથજી મંદિર વિવાદમાં આવ્યુ છે. જેમાં મંદિરના જમીન વિવાદ પર અનેક આક્ષેપ મંદિરના સત્તધીશો સામે થઇ રહ્યા છે. ત્યારે આ

વિવાદ અત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

જમીન વિવાદ પર અનેક આક્ષેપ મંદિરના સત્તધીશો સામે થયા

જગન્નાથ મંદિરની જમીનના વિવાદ વિશે વાત કરીએ તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહામંડલેશ્વર મહંત દિલીપદાસજીએ જાકીરુદ્દીન સદરુદ્દીન કુરેશી સાથે 100 રૂપિયાના સ્ટેમ્પ પર 12

જાન્યુઆરી-2016ના રોજ કરેલા કરારમાં મુજબ, અમદાવાદના નારોલ સિટી તાલુકાના મોજે-બહેરામપુરાની સીમમાં રેવન્યુ સર્વે નં. 239 પૈકીવાળી 6779 સમચોરસ મીટર યાને 8110

સમચોરસવાર જૂની શરતની બિનખેતીની જમીન ભાડાએ આપેલી હતી. આ જમીનનું ભાડું માસિક 25,000 રૂપિયા નક્કી કર્યું હતું. તથા માસિક ભાડાની રકમ ડિપોઝિટના વ્યાજની

રકમમાંથી એક તરફવાળા મંદિરને મળી જાય એ હેતુથી કુરેશીએ રૂપિયા 50 લાખ ડિપોઝિટ તરીકે આપેલા છે. આ ડિપોઝિટમાં ભાડાની રકમ કરતાં વધુ વ્યાજ આવે તો એના પર

જાકુરુદ્દીનનો કોઈ હક રહેશે નહીં તેમ જ ડિપોઝિટની રકમ પર તેમનો હવે પછીથી કોઈપણ પ્રકારનો હક કે અધિકાર રહેતો નથી. આવા કરાર હેઠળ જમીન સોપાયેલ હતી. જે જમીન વેચી

હોવાનું ચેરિટી કમિશનરે ઠેરવર્યું હતુ. ત્યારે આ સમગ્ર મામલે મંદિર એક લેન્ડ જેહાદ બન્યું હોય તેમ લાગતા VHP એ હસ્તક્ષેપ કર્યો હતો અને મંદિરની જમીન મુશ્લિમને કેમ સોપાઈ રહીં

છે જે મુદ્દે વિવાદ સર્જાયો છે.

ઉદયપુરના કનૈયાની જેમ ગળું કાપી નાખવાની ધમકી મળી

વિશ્વ વિખ્યાત એવા જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર કે જયાં કરોડો ભક્તોની આસ્થા જોડાયેલ છે અને દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરની પરિક્રમાએ ભગવાન જગન્નાથ

તેમના મોટા ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે. આવા જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતની જમીન મુસ્લિમોને ભાડા કરાર કરી

વેચી દેવાના આક્ષેપો VHP કાર્યકર્તા દ્વારા કરાયા છે. આ વિવાદ અત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે વીએચપીના કાર્યકર્તા ધર્મેન્દ્ર ભાવાણીએ દાવો કર્યો છે કે તેમને ઉદયપુરના

કનૈયાની જેમ ગળું કાપી નાખવાની ધમકી મળી રહી છે જી હા ગંભીર વાત એ છે કે તેમણે એક મહિના કરતાં વધારે સમયથી પોલીસ રક્ષણ માગ્યું હોવા છતાં ગુજરાત પોલીસે હજુ સુધી

તેમને રક્ષણ પૂરું પાડ્યું નથી. ધર્મેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ રાજ્યના ડીજીપી, શહેર પોલીસ કમિશનર સહિતના પાસે 15મી ઓગસ્ટના રોજ અરજી કરી રક્ષણ

માગ્યું છે. તેમનો દાવો છે કે તમને જમીન કૌભાંડ અંગે અરજી કરી છે જેથી તેમને આ પ્રકારે ધમકીઓ મળી રહી છે.