શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી અમદાવાદમાં આવ્યા છે. ત્યારે શાહપુરના અદ્વૈત આશ્રમમાં અવિમુક્તેશ્વરાનંદ પધાર્યા છે. તથા કોંગ્રેસના નેતાઓ અવિમુક્તેશ્વરાનંદના આશિર્વાદ
લેવા પહોંચ્યા છે. જેમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ જણાવ્યું છે કે અમારી પાસે તમામ પક્ષના નેતાઓ આવતા હોય છે. અમે તેમને સત્કાર્ય માટે આશિષ આપતા હોઇએ છીએ.
ચૂંટણીમાં દરેક મુદ્દો મહત્વનો હોય છે. રાજકારણમાં જનારા લોકો સસ્તો રસ્તો જુવે છે. ધર્મના મુદ્દાથી સાબિત થાય છે કે તેમનામાં ધર્મ છે. ધર્મના રસ્તે ઝડપથી સફળતા મળે છે.