Surprise Me!

લાખણીના જસરાની શાળાના વિદ્યાર્થીનું દીવના દરિયામાં ડૂબતાં મોત

2022-10-23 136 Dailymotion

લાખણીના જસરાની અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દીવ પ્રવાસે ગયા હતા. વિદ્યાર્થીઓ દીવના દરિયામાં નાહ્વા પડ્યા હતા ત્યારે અચાનક ધોરણ 10મા અભ્યાસ કરતો ગર્વ ત્રિવેદી નામનો વિધાર્થી દરિયામાં ડૂબી જતાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને વતન લવાયો હતો. વિધાર્થીનો દરિયામાં મોત પહેલાંનો વીડિયો સામે આવ્યો હતો. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજતાં અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છવાયો હતો.