પંચમહાલમાં પાણી ભરેલા કૂવામાં જીપ ખાબકી છે. જેમાં મોરવા હડફ તાલુકાના દેલોચ ગામમાં આ ઘટના બની છે. તેમાં કૂવામાંથી બે લોકોના મૃતદેહ મળ્યા છે. તેમજ આરોગ્ય મંત્રી
નિમીષા સુથાર હાજર રહ્યાં છે. પાણી ભરેલા કૂવામાં તુફાન જીપ ખાબકવાના મામલે મોડી રાત્રે રેસ્કયુની કામગીરી થઈ શકી ન હતી. જેમાં આરોગ્યના મંત્રી નિમીષા સુથાર પણ મોડી
રાત્રિએ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તથા સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત ગોધરા ફાયર ટીમ ધટના સ્થળે પહોંચી કૂવામાં ખાબકેલ તૂફાન જીપ બહાર કાઢવા માટેના પ્રયાસ હાથ
ધરવામાં આવ્યા છે.