Surprise Me!

બબાલમાં કોંગ્રેસના સાતથી આઠ બાઈકોને નુકસાન

2022-12-03 226 Dailymotion

સાવલીના શેરપુરા ગામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બન્ને પાર્ટીના નેતાઓની રેલી આમને સામને આવતા છુટા હાથની મારામારી થઈ હતી. કોંગ્રેસ પક્ષના આશરે સાતથી આઠ જેટલા બાઈકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સામસામે ઝંડો અડતા છુટ્ટા હાથની મારામારી થઈ હતી. વાતાવરણ વધુ તંગ ન બને તે માટે SRP ની ટીમ અને સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. SRPની ટીમે અને સાવલી પોલીસે મામલો થાળ પાડ્યો હતો. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસની રેલીએ પ્રસ્થાન કર્યું હતું.