યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે કહ્યું હતું કે, તેઓ યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે. તો બીજી તરફ તેમની સેનાએ ક્રિસમસના દિવસે જ યુક્રેનની ધરતી પર મિસાઈલોનો વરસાદ કર્યો હતો. યુક્રેને સોમવારે દાવો કર્યો હતો કે, ક્રિસમસના દિવસે યુક્રેનના અનેક શહેરોમાં 40થી વધુ રશિયન મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો.