બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક બુધવારે વર્ષ 2023 માટે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરશે. વર્ષના તેમના પ્રથમ ભાષણમાં તેઓ એક અસ્વસ્થ કન્ઝર્વેટિવ પાર્ટીને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરશે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનાક દેશના બાળકોને ગણિત પ્રણાલીમાં સક્ષમ બનાવવાના પ્રયાસરૂપે ઈંગ્લેન્ડના તમામ વિદ્યાર્થીઓ માટે 18 વર્ષની વય સુધીમાં ગણિત ફરજિયાત બનાવવાની તૈયારીમાં છે જેથી યુકે વિશ્વમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી સાથે સ્પર્ધા કરી શકે.