ગઈકાલે ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રૂપે નેશનલ હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. સુરતની એસઓજી ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ કહ્યું કે તેઓએ ગલ્લા પર વેચવા માટે 1150 કિમી દૂર કાનપુરથી ગાંજો મંગાવ્યો હતો. 1.37 કરોડની ગાંજાની ગોળીઓ મંગાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડિંડોલીના બાલાજી નગરમાં રહેતા ઉદયલાલ છગુજી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડમાં લિંબાયતની રત્નપ્રભા સોસાયટીમાં રહેતા અંબાલાલ રારૂજી કલાલનો સમાવેશળ કરાયો છે. ભરૂચ પોલીસના ઇનપુટ આધારે સુરત SOGની કામગીરી જોવા મળી હતી.