મહેસાણા: મોડી રાત્રે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં 2 મીમી થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદથી ખેડૂતોનો ઉનાળુ પાક એવા બાજરી, ઘઉં, જુવાર, રજકો અને અજમો જેવા પાક જમીન દોસ્ત થઈ ગયા છે. ખેડૂતોના ઉભા પાક જમીન દોસ્ત થઈ જતા પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે.
આ સાથે ભારે પવન અને વાવાઝોડા થી જિલ્લામાં કેરી, ચીકુ જેવા ફળોને નુકશાન થયું છે,,આમ,ખેડૂતોને ઉભા પાકમાં નુકશાન થયું છે. ખેડૂતોના ઉભા પાક એવા બાજરી, જુવાર અને રજકા જેવા પાકો જમીન દોસ્ત થઈ જતા આવનારા સમયમાં પશુઓ માટે ઘાસચારો મેળવવો પશુ પાલકો માટે મુશ્કેલ અને મોંઘો બની શકે છે. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ માટે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગે પણ ખેડૂત ને થયેલી નુકશાની અંગે સર્વે કામગીરી શરૂ કરી છે.