આણંદ: રાજ્યમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 4 કલાકમાં આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો હતો. ખંભાત સહીતના વિસ્તારોમાં કાળા વાદળો ઘસી આવ્યા હતા. ભારે વરસાદ તૂટી પડતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને લઈને ઉંચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જનજીવન પર તેની અસર દેખાઈ હતી.
ખંભાત પંથકમાં મુશળધાર વરસાદ ખંભાત શહેરમાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. વરસાદી માહોલ થી બજારો સુમસામ લોકો રસ્તા ઉપર વહેતા પાણીમાં માણી રહ્યા છે. વરસાદની મઝા ખંભાતના બજારોના રસ્તા નાની નદીઓમાં ફેરવાયા હતા. ખંભાતમાં 2.5 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બોરસદમાં જિલ્લામાં સૌથી વધુ પોણા 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આંકલાવમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉમરેઠમાં સૌથી ઓછો 4mm વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: