Surprise Me!

નર્મદા જિલ્લાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી જીત આપવામાં આવી

2025-06-25 17 Dailymotion

નર્મદા: જિલ્લાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મત ગણતરી ચાલી રહી છે. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા છોટુભાઈ પુરાણી ખાતે નાંદોદ તાલુકાના ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ગણતરી ચાલી રહી છે. ભચરવાડા ગ્રામ પંચાયતમાં બે મહિલાઓ સભ્યોના ઉમેદવારો વચ્ચે ટાય પડતા બંને સભ્યોની સંમતિ લઈને તંત્ર દ્વારા એક ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને ચિઠ્ઠીમાં એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાતા આજે એક મહિલાની જીત ચિઠ્ઠીના આધારે નક્કી કરવામાં આવી હતી. જોકે બન્ને ઉમેદવારો એ આ નિર્ણયને વધાવી લીધો અને જે બાળકી પાસે ચિઠ્ઠી ઉછારી જે બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા, જોકે આ ટાઈ પડવાના કિસ્સા ગણા ઓછા બનતા હોય છે, જે આજે નર્મદા માં બનતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.